કોવિડ ગાઈડલાઈન સાથે સમગ્ર રાજ્યમાં ક્રિસમસની ઊજવણી….!

દુનિયામાં 2022ની શરૂઆતના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે નાતાલનો તહેવાર પણ છે. ત્યારે આજે સમગ્ર દેશભરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આજે ધામધૂમ પૂર્વક ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ લોયેલા ચર્ચમાં પ્રભુ ઈશુના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોવિડ ગાઇડલાઈન સાથે ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે. ચર્ચમાં પ્રભુ ઈશુના જન્મદિનની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
ચર્ચમાં પ્રભુ ઈશુના સંદેશાને પ્રાર્થના સભામાં યાદ કરવામાં આવ્યા છે. અને હાલમાં ચાલી રહેલ આ કોવિડ મહામારીમાંથી સૌને મુક્તિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વેકસીનના બે સર્ટિફિકેટ હોય તેને જ ચર્ચમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
કોવિડ ને લીધે ચર્ચના કેમ્પસમાં કરાયું પ્રાર્થના સભાનું આયોજન
કોરોના મહામારી વચ્ચે ખ્રિસ્તી ધર્મના મહાન પર્વ નાતાલની ઉજવણીની સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને સામાન્ય રીતે ઉજવવામાં આવી રહ્યું છે. જે ઓમીક્રોનની દહેશત વચ્ચે ક્રિશ્ચિયન પરિવારે આ વખતે મોટા આયોજન કર્યા નથી. લોકોએ ફિટનેસ કલાસ પર ફિટ રહેવાના મેસેજ સાથે પ્રિ ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. ક્રિસમસની નાઈટ પાર્ટી નહીં પણ મોર્નિંગ પાર્ટી કરી છે.
ઉલ્લેખનીય છે કે, નાતાલ દરમિયાન ખ્રિસ્તી લોકો દ્વારા તેમના ઘરની સજાવટ કરી નાતાલનો સંદેશો પાઠવે છે. અને સાથે સાથે ક્રિસમસ ટ્રી તેમજ અન્ય ડેકોરેશન દ્વારા વિવિધ પ્રકારનો આકર્ષક શણગાર કરવામાં આવતો હોય છે. પર્વ નજીક આવતાં જ ખ્રિસ્તી બંધુઓ દ્વારા વિવિધ પ્રકારના ડેકોરેશનની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ર્વના આગલા દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ગભાણ, ક્રીસમસ ટ્રી તથા ડેકોરેશનની સામગ્રીઓના વેચાણમાં તેજી આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.