રાજ્યમાં સતત કાળઝાળ ગરમી પડી રહી હતી તેના લીધે સતત લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો હાઈ લેવલ પર રહ્યું હતું. ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા સમયથી તાપમાન હાઈ રહ્યું છે. તેની સાથે વાતાવરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેલું છે. ક્યારેક ક્યારેક જ સૂર્યનારાયણના દર્શન થઈ રહ્યા છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ હોય તેવું વાતાવરણ રહેલું છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે પરંતુ ખેડૂતો માટે આ ચિંતા વધારનાર છે. કેમકે ખેડૂતો દ્વારા હાલ ઉનાળુ પાક લેવામાં આવ્યો છે અને આ વરસાદ તેમની મુશ્કેલી વધારી શકે છે.