વરસાદનાં કારણે ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમાં રોડ અને રસ્તાની જે હાલત થઇ છે તેણે તંત્ર પર મોટા સવાલો ઉભા કરી દીધા છે. ત્યારે રસ્તાની હાલત અતિબિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન રસ્તા તૂટી જતા લોકો પરેશાન થયા છે. પાલિકા દ્વારા રસ્તા રિપેરની કામગીરીમાં ઉદાસીન વલણ જોવા મળ્યું છે.

શહેરમાં વરસાદ પડ્યા બાદ રસ્તાઓનું ધોવાણ થઇ ગયુ છે. શહેરનાં અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓની બિસ્માર હાલતથી લોકો હેરાન થઇ રહ્યા છેે. શહેરમાં નવા બનેલા રોડ પણ સામાન્ય વરસાદનાં કારણે તૂટી ગયા છે. તૂટી ગયેલા રોડે કોર્પોરેેશનનાં મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનાં કારણે રોડ-રસ્તાની હાલત ખરાબ થઇ ગઇ છે. અહી પણ રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે રાજ્ય સરકારે નવતર પહેલ કરતા માર્ગમાં ખાંડા હોય તો Whatsapp થી જાણ કરવાનો પ્રયોગ શરૂ કર્યો છેે. ત્યારે હવે જોવાનુ રહેશે કે આ પ્રયોગથી જનતાને કેટલો લાભ થાય છે.

ઘણા સમયથી અનેક જગ્યાએ મસમોટા ભૂવા પડ્યા છે. તો ઘણી જગ્યાએ કેબલો કે પાઈપલાઈન નાંખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. હાલમાં ચોમાસાના વરસાદથી રસ્તા તૂટવા લાગ્યા હતા તેનાથી શહેરીજનો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય હોઈ શહેર ‘ખાડાબાદ’માં ફેરવાઈ ગયું છે. મેઈન રોડ ઉપરાંત આંતરિક રસ્તા પર તો હજારોની સંખ્યામાં ખાડા પડેલા છે, જેને પૂરવાની કવાયત્ હજુ તત્રે હાથ ધરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમામાં અમદાવાદી માટે ધોવાયેલા રસ્તા પર પડી ગયેલા ખાડા મોટી સમસ્યા બની છે, ભ્રષ્ટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે. રોડને લઈ શહેરીજનો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે. મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ આ અંગે નોધ લીધી છે.

વડોદરામાં ઠેર ઠેર રોડ ધોવાયા છે. અનેક વિસ્તારોમાં રોડ પર ખાડા પડ્યા છે. શહેરીજનો રોડના ખાડાના કારણે પરેશાન થયા છે. રોડનું કામ નબળુ કરી ને કોન્ટ્રાકટરો કરોડ કમાય છે.. રોડ તુટ્યા છે પણ મેયર કહી રહ્યા છે કે વરસાદ બંધ રહેશે પછી રોડ રીપેર કરીશુ..આમ., વડોદરામાં હાલ ખાડા પૂરાશે નહિ.

રાજયમાં નવી સરકારની રચના કરવામાં આવતા નવા મંત્રીઓ દ્વારા પુરજોશમાં પોતાના વિભાગની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બુધવારે રાજય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ મોટી જાહેરાત કરી હતી, જે માર્ગ અને મકાન વિભાગે જાહેર કરેલા વોટ્સ નંબર મામલો હાલમાં ચર્ચામાં છે

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને જાહેરાત કરી છે. કે, 1થી 10 ઓક્ટોબર 2021 સુધી માર્ગ મરામત મહાઅભિયાન યોજાશે. જેને લઇને પોતાના વિસ્તારના રસ્તાઓ ખરાબ હોઇ તો તેમની વિગત મોકલવાની રહેશે.

મંત્રી દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે, જે રસ્તાની મરામત કરવાની હોય તો,

1) નામ
2) મોબાઇલ નંબર
3) મરામત વાળી જગ્યાનું પુરૂ સરનામું
3-A)ગામ
3-B)તાલુકો
3-C) જિલ્લો
3-D) પીનકોડ

આ તમામ વિગતો મો. 9978403669 પર વોટ્સએપથી ફોટા મોકલી શકાશે. જેના પર એક્શન લઈને તેનું બાદમાં સમારકામ કરવામાં આવશે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સમસ્યા રોડ ઉપર પડેલા મોટા યમદૂત જેવા ખાડા છે. દરેક શહેર હોય કે નાનું ગામ દરેક જગ્યાએ રોડ પર થી ડામર ગાયબ હોય અથવા મોટા ગાબડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી દરેક નાગરિક આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. અનેક લોકો રોડ ઉપરના ગાબડાને કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. મોટા ભાગના વાહનચાલકો ખાડા અને ખરાબ રોડ ઉપર વાહન ચલાવવાના કારણે કમરના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.