શહેરિજનોએ કરી પ્રિ ક્રિસમસ ઉજવણી. ઓમિક્રોનની દહેશતના કારણે ક્રિશ્ચિયન પરિવારે લીધો આ નિર્ણય

દુનિયામાં 2022ની શરૂઆતના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે નાતાલનો તહેવાર પણ આવી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે ખ્રિસ્તી ધર્મના મહાન પર્વ નાતાલની ઉજવણીની સમગ્ર આણંદ જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને સામાન્ય રીતે ઉજવવામાં આવશે. ત્યારે તે અગાઉ શહેરીજનોએ પ્રિ-ક્રિસમસ દિનની ઉજવણી શરૂ કરી દીધી છે.
લોકો ફિટનેસ કલાસ પર ફિટ રહેવાના મેસેજ સાથે પ્રિ ક્રિસમસની ઉજવણી કરી છે. ક્રિસમસની નાઈટ પાર્ટી નહીં પણ મોર્નિંગ પાર્ટી કરી છે. થીમ બેઝ કલોથ સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે.
હાલમાં સમગ્ર દુનિયા સહીત દેશમાં પણ કોરોના મહામારીને કારણે ક્રિશ્ચિયન પરિવાર ઘરે જ ક્રિસમસ ઉજવવાનો નિર્ણય લઇ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ચર્ચમાં પ્રાર્થના કરી પરિવાર સાથે ઉજવણી કરવાના પરિવાર દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જે ઓમીક્રોનની દહેશત વચ્ચે ક્રિશ્ચિયન પરિવાર મોટા આયોજન આ વખતે પણ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે, નાતાલ દરમિયાન ખ્રિસ્તી લોકો દ્વારા તેમના ઘરની સજાવટ કરી નાતાલનો સંદેશો પાઠવે છે. અને સાથે સાથે ક્રિસમસ ટ્રી તેમજ અન્ય ડેકોરેશન દ્વારા વિવિધ પ્રકારનો આકર્ષક શણગાર કરવામાં આવતો હોય છે. પર્વ નજીક આવતાં જ ખ્રિસ્તી બંધુઓ દ્વારા વિવિધ પ્રકારના ડેકોરેશનની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ર્વના આગલા દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ગભાણ, ક્રીસમસ ટ્રી તથા ડેકોરેશનની સામગ્રીઓના વેચાણમાં તેજી આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.