રાજકોટ માં ઈ-મેમો ના મહાદંડ ની મહામુશ્કેલી ઉભી થઇ છે. રાજકોટમાં વાહન ચાલકોએ લોક અદાલતમાં દંડ ભર્યો છે. રવિવારે યોજાયેલી લોક અદાલતમાં વસુલાત થઇ છે. 1,78,22,300 રૂપિયાનો દંડ ભર્યો છે. 23,148 ઇ મેમા ધારકોએ દંડ ભર્યો છે. આગામી એક સપ્તાહ સુધી સીસીટીવી કેમેરા મારફતે દંડ ફટકારવામાં નહિ ફટકારવામાં આવે. જાહેર જનતાને ટ્રાફિક ના નિયમોની અમલવારી કરવાની કરાઈ ટ્રાફિક એ સી પી ની અપીલ કરવામાં આવી છે. લોકો ટ્રાફિક નિયમનનું પાલન નહિ કરે તો બીજા સપ્તાહથી વધુ કડકાઈથી અમલ કરવામાં આવશે.

શહેરમાં ઈ-મેમો અને ટ્રાફિકના કારણે નાગરિકો પરેશાન બન્યા છે. ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે નાગરિકો પિસાઈ રહ્યા છે. ઈ-મેમો બંધ કરવા મામલે ગૃહ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. નાગરિકોની એવી રજૂઆત છે કે, શહેરના લોકો માટે થર્ડ આઈ પ્રોટેક્શન સીસીટીવી પ્રોજેક્ટ દંડાત્મક બની રહ્યો છે.

વાહન ચાલકોએ પોલીસ પર એવા પણ આક્ષેપ કર્યા છે કે ટ્રાફિક પોલીસ આ પ્રોજેક્ટનો દુરુપયોગ કરી રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા અને ઈ-મેમોના કારણે રાજકોટવાસીઓ બરાબરના અકળાયા છે.