વેડિંગ પ્લાનરો પર ઓમિક્રોનના વાદળ, ઈન્કવાયરીમાં 70 ટકા ઘટાડો થતા ચિંતાનો માહોલ

રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વેક્સિનેશન વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની દસ્તક આપી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી કોરોનાના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે.
ત્રીજી લહેરના ભણકારા વચ્ચે લગ્નની પણ મોસમ છે. વર્ષ 2022માં લગ્નના 51 શુભુ મુહૂર્ત છે. જાન્યુઆરીમાં જ સૌથી વધુ 10 મુહૂર્ત છે. વિશેષ કરીને 20 જાન્યુઆરીએ સૌથી વધુ લગ્ન લેવાશે આ કારણોસર તમામ પાર્કિંગ પ્લોટ બુકિંગ થઈ ગયા છે. કોરોનાને કારણે મોકૂફ રખાયેલા ચાલુ વર્ષના લગ્ન પણ 2022ના પ્રારંભમાં યોજાઈ શકે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં આવતા લગ્નના શુભ મુહૂર્ત માટે અત્યારથી જ પાર્ટી પ્લોટ અને મેરેજ હોલનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.
કમુરતા બાદ લગ્નસરાની સીઝન ખીલશે. 15 જાન્યુઆરીથી ફરી લગ્નસરાની સીઝન ખીલશે. ઓમીક્રોન વધતા ડરનો માહોલ વધ્યો છે. ત્યારે લોકો અસમંજસની સ્થિતિમાં છે. કેટરિંગના વ્યવસાય પર અસર પડી રહી છે. લોકો કેટરિંગના બુકિંગ હોલ્ડ પર રખાવી રહ્યા છે. કેસ વધતા કેટરિંગના વ્યવસાયમાં 70 ટકા પૂછપરછ ઘટી ગઈ છે. કોરોનાની બીજી લહેર બાદ કેસ ઘટતા માંડ માંડ કોરોના પહેલાની સ્થિતિમાં તમામ વ્યવસાયો આવ્યા હતા. ત્યારે, હવે ફરી ઓમિક્રોનની દહેશતે લોકોને ચિંતામાં મુકી દીધા છે.