રાજ્યમાં સતત કાળઝાળ ગરમી પડી રહી હતી તેના લીધે સતત લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો હાઈ લેવલ પર રહ્યું હતું. ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા સમયથી તાપમાન હાઈ રહ્યું છે. તેની સાથે વાતાવરણમાં પલટો આવવાના સમાચાર સામે આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ફરી ચિંતિત થયા છે. જો કમોસમી વરસાદ પડે તો કેરી,ઉનાળુ મગ,તલ,સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે.

તેની સાથે કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન.થશે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયું છે.