વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. એવામાં કોંગ્રેસ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. સતત કોંગ્રેસ દ્વારા રેલીઓની મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં કોંગ્રેસ લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ના સાનિધ્યે આજે કોંગ્રેસનું મંથન કરાશે. સોમનાથમાં આજે કોંગ્રેસની રેલી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. વિધાનસભાની ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરશે. સોમનાથ મહાદેવ ને ધ્વજારોહણ કર્યા બાદ રેલી અને બેઠક છે.

તેની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રદેશ પ્રભારી રધુ શર્મા સહીત સૌરાષ્ટ્ર ના તમામ કોંગ્રેસ ના ધારાસભ્યો હાજરી આપવાના છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ દ્વારા સતત વિધાનસભાની ચુંટણીને તૈયારીઓ ઝડપી બનાવી દેવામાં આવી છે.