સુરત ઉમરા પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ મહિલા psi કે એન ચોપરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા psi કે એન ચોપરા ઉપરાંત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘોડદોડ રોડના વેપારી આ ઘરમાં ઘુસી નારકોટિક્સ નો કેસ કરવાની ધમકી આપી હતી. સાથે સાથે 4 લાખ રૂપિયાની લાંચ પણ માંગી હતી. વોરંટ બાબતે પૂછતા માથાકુટ કરી એનડીપીએસનો કેસ કરવા ધમકી આપી 4 લાખ માંગ્યા હતા.બાદમાં દારૂ પીવડાવી ખોટો કેસ કર્યો હતો. નારકોટિક્સની તપાસ માટે ગયા ત્યારે મહિલા psi કે એન ચોપરાએ ઉચ્ચ અધિકારીઓ જાણ નહતી કરી કે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ નહતી કરી. જેથી કમિશનરે PSI ચોપડા અને બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

Ndps માં કહી નહીં મળતા દારૂ નો કેસ કર્યો હતો. જો કે પીડિત વેપારી પરિવારે પોલીસ કમિશનર અજયકુમાર તોમર ને લેખિત રજુઆત કરી હતી. જે ની તપાસ ના અંતે મહિલા psi કે એન ચોપરા સહિત બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ આ મહિલા psi કે એન ચોપરા મીડિયા કર્મીઓ સાથે બદસલૂકી ના કારણે ચર્ચામાં આવ્યા હતા.

ઘોડદોડ રોડ પોલીસ ચોકીની PSI કે.એન.ચોપરાએ કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ અને સત્યપાલસિંગ સાથે 8મીએ ઘોડદોડ રોડના પ્રેસિડેન્સી એપા. પાસે વેપારી કરણ સહાની વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કર્યો હતો.