સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરારી અધ્યાપકો ની ભરતીનો વિવાદ સામે આવ્યો છે. જે 56 અધ્યાપકો ની કરારી ભરતી ના 8 અને 9 જૂને ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા છે. આ ભરતી માં અનુસૂચિત જનજાતિ ની અનામત નો છેદ ઉડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અનુસૂચિતઆયોગ માં લેખિત રજૂઆત કરવામાં આવી છે. NSUI દ્વારા આયોગ માં રજૂઆત કરી આ ભરતી બંધ રહે તેવી માંગ કરવામાં આવી છે.

કુલપતિના નિર્ણય મુજબ અધ્યક્ષના માર્ક ગણવામાં ન આવે તો યુનિવર્સિટીના ઓર્ડીનન્સનો ભંગ થતો ગણાય છે ત્યારે ઓર્ડીનન્સનો ભંગ ન થાય તે માટે રજુઆત કરવામાં આવી રહી છે. ત્યારે આ કરારી અધ્યાપકો ની ભરતીનો વિવાદ સામે આવ્યો છે.

નોંધનીય છે કે, અધ્યાપકોની ભરતીમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ અને 3 વિષય નિષ્ણાંત દ્વારા કરારી અધ્યાપકોની પસંદગી થવાની હોવાથી પારદર્શકતા પૂર્વક થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.