આજે શુભમ ગ્રુપ ઓફ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં ૧૧ મો ‘સ્નાતક સન્માન સમારોહ’ કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાન તરીકે પ્રદીપભાઈ પરમાર (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ), નિમિષાબેન સુથાર (રા.ક.મંત્રી, આદિજાતી વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) તથા મનોજ અગ્રવાલ (IAS, અધિક-મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, શુભમ ગ્રુપ ઓફ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે. આ પ્રસંગે શુભમ, સોહમ અને શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ તથા મહાત્મા ગાંધી ફીજિયોથેરાપી કોલેજ અમદાવાદ ખાતેના ગુજરાત યુનિવર્સીટી તરફથી ગોલ્ડ મેડલ મેળવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ ના કપરાકાળમાં સેવારૂપ રહીને ડીગ્રી તથા ડિપ્લોમાં કરેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

તેની સાથે વધુમાં શુભમ, સોહમ અને શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ તથા માહાત્મા ગાંધી ફિજિયોથેરાપી કોલેજ, અમદાવાદ છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત રહેલી છે. જેમાં ANM, GNM, B.SC (N), PB.B.SC (N), M.SC (N), BPT જેવા પેરામેડીકલ કોર્સ કાર્યરત રહેલા છે.

આ ઈન્સ્ટીટ્યુટમાં મધ્યમ વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંસ્થાનમાં ઉચ્ચ શિક્ષણ પામેલ, અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ સચોટ માર્ગ-દર્શન આપવામાં આવે છે જેથી આ સંસ્થાનમાં વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સીટીઓમાં ગોલ્ડ-મેડલ પ્રાપ્ત કરે છે. તેમજ વિદ્યાર્થીઓ સરકારી, અર્ધ-સરકારી તેમજ કોર્પોરેટર સંસ્થામ નોકરી મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવે છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં પણ પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવવા માટેની તક મેળવે છે. આ સંસ્થાનમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીને રાહત આપવામાં આવે છે તેમજ અતિ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ફી માફ કરવામાં આવે છે.