માથામાં કુકર મારી પતિ જ પત્નીને લઈ ગયો હોસ્પિટલ, નર્સને શંકા જતા બોલાવી પોલીસ, બાદમાં થયો આ ઘટસ્ફોટ…

પતિ-પત્ની વચ્ચે નાના-મોટા મતભેદ-ઝઘડા સામાન્ય વાત છે. કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્નીના સબંધ એ ખુબજ સુંદર અને મજબૂત હોય છે, પણ જયારે આ સબંધ બગડે ત્યારે કાચા મન માં માનવી કઈ પણ કરી જાય છે. જે ઘણી વાર ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે. જેના કારણે સંબંધનો કરુણ અંત આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની ના ઝઘડામાં પતિએ પત્ની ની હત્યા કરી દીધી છે.
પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીએ કુકર મારી હત્યા કરી દીધી છે. જે દંપતીના 6 વર્ષના લગ્ન ગાળાનો કરુણ અંજામ આવ્યો છે. માથામાં કુકર મારી પતિ જ પત્નીને હોસ્પિટલ લઈ ગયો છે. પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું છે. જે હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવાઈ છે.
આ મામલે પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ હત્યા મામલે મૃતકના ભાઈની ફરિયાદ ના આધારે પતિની અમરોલી પોલીસે ધરપકડ કરી લીધી છે. હત્યાનો ગુનો નોંધી રિપો ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે.