રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જયારે હવે કોરોનાનો કહેર અમદાવાદમાં પણ વધ્યો છે. અમદાવાદ માં ફરી કોરોના કેસ વધ્યા છે.

અમદાવાદમાં 20 દિવસ થી કોરોના કેસ માં સતત વધારો થયો છે. હાલ શહેરમાં 251 કોરોના એક્ટિવ કેસ , 10 દર્દી હોસ્પીટલ માં સારવાર હેઠળ રહેલા છે. કોરોના કેસ વધતા ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન, ગીતા મંદિર એસ ટી બસ સ્ટોપ ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યા છે.

તેની સાથે મુસાફરો ના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. શહેર માં ફરી જરૂર મુજબ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ભીડ વાડી જગ્યા પર ફરજિયાત માસ્ક પહેરવા AMC ની અપીલ કરી છે. હાલમાં લોકો માસ્ક પહેરતા ઓછા જોવા મળે છે. એવામાં હવે અમદાવાદમાં કોરોનાના વધતા તંત્ર દોડતું થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 72 નવા કેસ નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા પણ થયા છે. તેમ છતાં એક વાત સારી એ પણ રહી છે કે, આજે કોરોનાના કેસમાં એક પણ મોત થયું નથી. જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા છે.