રાજ્યમાં સતત કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે વધવા લાગ્યો છે. કેમકે સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત 200 ની પાર કેસ આવી રહ્યા છે જે 100 ની અંદર આવતા હતા. જ્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર માં કોરોના ફફડાટ ઉભો થયો છે.

રાજકોટ ના 15 સહીત સૌરાષ્ટ્રમાં કોરોના ના 44 કેસ સામે આવ્યા છે. સાત જિલ્લામાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે. જામનગરમાં બે વિદ્યાર્થી સહીત સાત ને કોરોના થયો છે. મોરબી અને અમરેલીમાં બે બે કેસ સામે આવ્યા છે. દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે. રોજ પોઝિટિવ કેસ ની સંખ્યા માં વધારો થયો છે. લોકો બે ફિકર માસ્ક પહેરવાની તસ્દી લોકો લેતા નથી.

તેની સાથે ગઈ કાલના રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 416 કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાક 230 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે. તેની સાથે કોરોનાનો રિકવરી રેટ 98.95 પહોંચ્યો છે. તેમ છતાં સારી વાત એ પણ છે કે આજે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.