વિશ્વના વિવિધ દેશોમાંથી સતત કોવિડ-19ના નવા સ્ટ્રેન ઓમિક્રોનના કેસો સામે આવ્યા બાદ હવે ભારત સરકાર પણ તેને લઈને સતર્ક થઈ ગઈ છે. જે ઓમિક્રોનની આફત સામે તંત્ર એલર્ટ થયું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. ઓમિક્રોન વેરીએન્ટ દહેશતને લઈને તંત્ર સક્રિય થયું છે. ત્યારે હવે રાજકોટ શહેરમાં કેસ આવવાના શરૂ થયા છે.

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દિવાળી પહેલા કોરોનાના કેસ જોવા મળતા ન હતા. દિવાળી બાદ રાજકોટમાં દરરોજ 2થી 5 કેસ સામે આવે છે. રાજકોટમાં કેસ વધ્યા છતાં તંત્ર એલર્ટ જોવા મળતું નથી. રાજકોટમાં ક્યાંય રસ્તા પર ટેસ્ટિંગ થઈ રહ્યું નથી. મનપા દ્વારા જાહેર સ્થળો પર ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. શા માટે મનપા ટેસ્ટિંગ કરી રહી નથી તેવા સવાલો ઉઠ્યા છે.

કોરોનાના દરરોજ નવા કેસોમાં વધારો થતો જણાતાં અને ઓમિક્રોન વેરિયન્ટના પગ પૈસારાની ભીતિ પણ ઉમેરાતાં રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા વહિવટી તંત્રએ સફાળા બેઠાં થઈને સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારીઓ કરી છે. જે દુનિયાભરમાં જોવા મળી રહેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનથી જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરીત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનાં પગલે રાજકોટ જિલ્લાના વિવિધ શહેરોમાં વિદેશથી આવેલા નાગરિકોને કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.