રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ 900 થી વધુ આવી સામે રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 942 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણથી 679 દર્દીઓ સાજા પણ થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.61 ટકા પહોંચી ગયો છે

તેની સાથે રાજ્યમાં અત્યારે 6,537 એક્ટિવ કેસ રહેલા છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે 6,523 દર્દીઓ સ્ટેબલ રહેલા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 12,37,664 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,970 લોકોના મોત નીપજ્યા છે.

તેમ છતાં જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 321 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 98, મહેસાણામાં 54, બનાસકાંઠામાં 47, સુરત કોર્પોરેશનમાં 42, વડોદરામાં 42, સુરતમાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 34, ગાંધીનગરમાં 32, અમરેલીમાં 23. ગાંધીનગર કોર્પોરેશનમાં 22, રાજકોટમાં 22, ભાવનગર કોર્પોરેશનમાં 19, નવસારીમાં 15, આણંદમાં 14, પાટણમાં 13, સાબરકાંઠામાં 13, ભરૂચમાં 12, પોરબંદરમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, અમદાવાદમાં 8, કચ્છમાં 8, મોરબીમાં 8, વલસાડમાં 8, ગીર સોમનાથમાં 4, સુરેન્દ્રનગરમાં 4, બોટાદમાં 3, ખેડામાં 3, પંચમહાલમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 1 અને મહીસાગરમાં 1 કેસ સામે આવ્યો છે.

આ સિવાય અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 દર્દી સાજા પણ થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 69, મહેસાણામાં 27, બનાસકાંઠામાં 15, સુરત કોર્પોરેશનમાં 43, સુરતમાં 38, રાજકોટ કોર્પોરેશનમાં 26, ગાંધીનગરમાં 39, અમરેલીમાં 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 22, રાજકોટમાં 7, નવસારીમાં 12, આણંદમાં 8, પાટણમાં 29, સાબરકાંઠામાં 13, ભરૂચમાં 5, પોરબંદરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 5, અમદાવાદમાં 5, કચ્છમાં 24, મોરબીમાં 5, વલસાડમાં 6, સુરેન્દ્રનગરમાં 6, બોટાદમાં 2, ખેડામાં 4, દેવભૂમિ દ્વારકામાં 5 અને અરવલ્લીમાં 2 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે.