રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 596 નવા કેસ સામે આવ્યા હતા. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 208 કેસ સામે આવ્યા હતા. એવામાં હવે કોરોનાનો કહેર સુરતમાં વધતો જોવા મળી રહ્યો છે. કેમ કે સુરતમાં પણ સતત કોરોનાના કેસ 50 ની પાર સામે આવી રહ્યા છે.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 57 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. નવા 74 કેસ સામે આવ્યા તો 87 દર્દી સારવાર લઈ સ્વસ્થ થયા છે. જ્યારે શહેરમાં 484 અને જિલ્લા 158 એક્ટિવ કેસ રહેલા છે. શહેરમાં નોંધાયેલા 58 કેસ માંથી 55 લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે. તો બે લોકોએ વેક્સીનનો એક ડોઝ લીધો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 596 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન કોરોનાની સારવાર દરમિયાન 604 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 208 કેસ સામે છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.74 ટકા પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં સતત બીજા દિવસે એક પણ દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું નથી.