શાળાઓમાં કોરોના વિસ્ફોટ, વડોદરાની આ શાળાનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સ્કૂલોને શરુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય સરકાર યોગ્ય રહ્યો તેવું જોવા મળી રહ્યું નથી. કેમ કે અનેક શાળામાંથી વિદ્યાર્થીઓને કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે. જેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વડોદરામાં આજે એવું જ કંઇક થયું છે.
વડોદરામાં નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલ નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. શાળા ના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 43 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે અને અમદાવાદમાં સૌથી વધુ 20 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે એક સારા સમાચાર પણ છે કે આજે કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.