રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા કેસ સામે આવ્યા હતા. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 272 કેસ સામે આવ્યા હતા. એવામાં હવે કોરોનાનો કહેર સુરતમાં વધતો જોવા મળી રહ્યો છે.

સુરત શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 113 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 75 અને જિલ્લામાં 38 કેસ નોંધાયા છે. તેમ છતાં એક સારી વાત છે કે, છેલ્લા 130 દિવસથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. સુરત શહેર જિલ્લામાં 655 એક્ટિવ કેસ નોંધાયા છે. 19 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 99 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 644 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 500 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે. એવામાં અમદાવાદમાં સૌથી વધુ 272 કેસ સામે આવ્યા હતા. આ સિવાય રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.73 ટકા પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું નથી.