શાળાઓમાં ફેલાઈ રહ્યો છે કોરોના, વડોદરાની આ વિખ્યાત શાળાનો વિદ્યાર્થી આવ્યો પોઝિટીવ..!

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે સતત કોરોનાના કેસ સ્કૂલોમાં આવી રહ્યા છે.
જ્યારે, આ મામલે વડોદરામાં હરણીની સિંગલ્સ સ્કૂલનો ધોરણ 6 નો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ સામે આવ્યો છે. આફ્રિકાથી આવેલ ઓમીક્રોનના દંપતીના સંપર્કમાં વિદ્યાર્થી આવ્યો હતો. વિધાર્થી કોરોના પોઝીટીવ આવતા શાળા એ ધોરણ-6 ના વર્ગખંડનું ઓફ લાઈન શિક્ષણ બંધ કર્યું છે.
આ સાથે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ અન્ય વિધાર્થીના પણ કોરોના ટેસ્ટ કરવા જરૂરી છે. વિદ્યાર્થીના સેમ્પલ જિનોમ સિક્વન્સીગ માટે મોકલવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા 7 દિવસમાં નવરચના સ્કૂલના બે વિદ્યાર્થી અને સિંગન્સ સ્કૂલનો એક વિદ્યાર્થી મળીને કૂલ 3 બાળકો અને એક શિક્ષક કોરોના પોઝીટીવ આવ્યા છે.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.