રાજ્યમાં સતત કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે વધવા લાગ્યો છે. કેમકે સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત 200 ની પાર કેસ આવી રહ્યા છે જે 100 ની અંદર આવતા હતા. જ્યારે અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.

અમદાવાદની સ્કૂલમાં ફરી કોરોનાએ માથું ઉચકયું છે. અમદાવાદની ઉદગમ સ્કૂલના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ 7 ના 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ અન્ય વર્ગમાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉદગમ સ્કૂલમાં ટોટલ 9 વિદ્યાર્થીઓ કરોના પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ સામે આવ્યા છે. જ્યારે 248 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.90 ટકા પહોંચ્યો છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું નથી. જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ૧૫૫ કેસ સામે આવ્યા હતા.