સુરતમાં શહેરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે સુરત મનપાની ચિંતામાં વધારો કરનાર સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ડોક્ટરોની અછત જોવા મળી રહી છે.

સુરતમાં ડોક્ટરની અછત થતા બહારથી 20 ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે. સુરતમાં 20 ઈંટર્ન ડોક્ટરોને બહારથી બોલાવવામાં આવ્યા છે. વલસાડથી 20 ઈંટર્ન ડોકટરોને સુરત મોકલ્યા છે. કોરોના ખાસ ડ્યુટી માટે મોકલ્યા છે. સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.

સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૮ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે. જેમાં સુરતમાં ૬૦૩ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૧૮૫ દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેના લીધે કોરોનાની કુલ સંખ્યા ૬૮૬૫૩ પર પહોંચી ગઈ છે. આ સિવાય સુરતમાં કાલે ૭ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના મૃત્યુઆંક ૧૨૦૩ પર પહોંચી ગયો છે.