કોરોનાનો કહેર હવે સ્કૂલોમાં સતત જોવા મળી રહ્યો છે. જેના લીધે સરકારની સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કેમ કે છેલ્લા થોડા દિવસોથી શાળામાંથી સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જ્યારે અમદાવાદથી તેને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ વધુ 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. સી.એન.વિદ્યલાયમાં 1 અને સંત કબીર સ્કૂલના 2 એમ નવા 3 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં કોરોના કેસનો આંકડો 15 સુધી પહોંચ્યો છે.

અત્યંત સુધી અમદાવાદમાં આવેલ કેસ

નિરમા સ્કૂલ – 4 કેસ

નવકાર સ્કૂલ – 1 કેસ

ઉદગમ સ્કૂલ – 3 કેસ

ટર્ફ સ્કૂલ – 1 કેસ

સી એન વિદ્યાલય – 1 કેસ

સંત કબીર સ્કૂલ – 2  કેસ

ઝેબર સ્કૂલ -1 કેસ

સત્વ વિકાસ સ્કૂલ – 1 કેસ

મહારાજા અગ્રેસન – 1 કેસ

અત્યાર સુધી સ્કૂલોએ DEO કચેરીએ જાણ કરી હોય તે કેસ જ નોંધાવામાં આવેલ છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 182 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે શહેર અને જિલ્લામાં 15 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોઇપણ દર્દીનું મોત નીપજ્યું નથી.