અમદાવાદની સ્કૂલોમાં ફરી કોરોનાની એન્ટ્રીથી હડકંપ….!

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.
અમદાવાદની સ્કૂલોમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. છારોડીની નિરમા વિદ્યાવિહાર અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. નિરમાના સ્કૂલના ધોરણ 5, 9 અને 11 ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ધોરણ 9 અને 11 ના બંને વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.
ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ-2 ની વિદ્યાર્થીનીનો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ડીઇઓ દ્વારા નિરમા સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવી છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવા સૂચના અપાઈ છે. ઓનલાઇન શિક્ષણ શરૂ રાખવા સૂચના અપાઈ છે. ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે.