રાજકોટની વધુ એક સ્કૂલમાં કોરોનાની એન્ટ્રીથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તાબડતોબ બોલાવી મીટિંગ

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે રાજકોટમાં કોરોના કહેર વધી રહ્યો છે.
રાજકોટની સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થી અને ધોરાજીની સ્કુલના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. રાજકોટની વધુ એક સ્કુલ-સરસ્વતી શિશુ મંદિર-માં કોરોનાની એન્ટ્રી: ધો.રની વિદ્યાર્થી સંક્રમિત ધોરાજીની મુસ્લિમ મીડલ સ્કુલના શિક્ષક પણ સંક્રમિત થયા છે.
કોરોનાની વકરતી ઇફેક્ટના કારણે રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ મામલે રાજકોટ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની તાકીદની બેઠક મળી છે. રાજકોટ સહીત જિલ્લાની સ્કૂલમાં કોવિડ કેર કમિટી ની રચના કરાઈ છે.
આ કમિટીમાં સ્કૂલ સંચાલક પ્રિન્સિપાલ દરેક વર્ગ ના ટીચર સ્પોર્ટ્સ હેડ મોનિટર વાલીઓ અને તબીબ સહિત સ્કૂલમાં નિરીક્ષણ અર્થે જશે. તેમ છતાં વાલીમંડળએ તો કોરોના ફફડાટ ને લઇ સ્કૂલ બંધ કરવા માંગ કરી છે. તેના પાછળનું કારણ એક જ કેમકે સતત રાજ્યમાં શાળામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
શાળાઓમાં કોરોના કેસ આવતા કોવિડ કેર કમિટીની રચના કરવા નિર્ણય બનાવવામાં આવ્યો છે.રાજકોટની શાળાઓમાં કોવિડ કેર કમિટીની રચના કરાશે. સંચાલક, વાલી, ડોકટર અને આચાર્યનો સમાવેશ સમિતિમાં કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ DV મહેતાએ જણાવ્યું કે,
જો જરૂર પડશે તો ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરીશું. હાલ ઓફલાઇન અને ઓનલાઈન બંને પ્રકારે શિક્ષણ શરૂ છે. વાલીઓમાં પેનિક છે પણ અમે બાળકોની પૂરતી કાળજી લઈએ છીએ.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.