રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે ધીરે-ધીરે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં ગઈ કાલના 100 વધુ કેસ સામે આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 51 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. ગુરૂવારના ગુજરાતમાં 117 કેસ સામે આવ્યા હતા. તેની સાથે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે ગાંધીનગર કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ વધારો થયો છે. રાજ્યમાં હાલમાં 608 એક્ટિવ કેસ રહેલા છે. જ્યારે ગુરૂવારે એક્ટિવ કેસની સંખ્યા 517 રહેલી હતી. આમ એક્ટિવ કેસની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેમ છતાં હજી સુધી એક પણ દર્દી વેન્ટિલેટર પર રહેલ નથી. હાલમાં રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકા પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 12,14,405 લોકો દ્વારા કોરોનાને હરાવવામાં આવ્યો હતો. જ્યારે કોવિડ-19ના કારણે અત્યાર સુધી 10,945 લોકોના મોત નીપજ્યા છે.