રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જયારે હવે કોરોનાનો કહેર અમદાવાદની સાથે સુરતમાં કોરોના ફરી દસ્તક આપવામાં આવી છે. જેના લીધે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

સુરતમાં ત્રણ માસ બાદ એક દિવસમાં નવા 7 કેસ નોંધાયા છે. વેકેશેનમાં બહારગામ ફરીને શહેરમાં આવી રહેલા લોકો કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં હાલ 22 કેસ એક્ટિવ રહેલા છે. તમામ દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહયા છે. ત્રણ મહિના બાદ 7 કેસો આવતા તંત્ર પણ સફાળું જાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 72 નવા કેસ નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા પણ થયા છે. તેમ છતાં એક વાત સારી એ પણ રહી છે કે, આજે કોરોનાના કેસમાં એક પણ મોત થયું નથી. જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા છે.