રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે ધીરે-ધીરે રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં રાજકોટ માં કોરોના ની ચોથી લહેર ના ભણકારા જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં સાત સપ્તાહમાં 22 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેસો વધ્યા પણ પોજીટીવ દર્દીઓ ધરે જ સારવાર લઇ રહ્યા છે. રાજકોટ માં બહારગામ થી આવતા લોકોનું ટેસ્ટિંગ બંધ થયું છે. બહારગામથી આવતા ચેપમાં વધારો થયો છે. રાજકોટમાં મે મહિનાની અપેક્ષામાં જૂનમાં કેસો 6 ગણા વધ્યા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાના સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ગયો છે.