ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે વધી રહ્યો છે. કેમકે છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. પહેલા કોરોનાના કેસ 100 ની અંદર આવી રહ્યા હતા પરંતુ હવે આ આંકડો વધી ગયો છે. કેમ કે ગુજરાતમાં હવે 200 થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

તેની સાથે રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી સહીત 10 ને કોરોના મોત નીપજ્યા છે. સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લામાંથી વધુ 24 કેસ નોંધાયા છે. જામનગર અને સુરેદ્રનગર જિલ્લા માં ચાર-ચાર કેસ સામે આવ્યા છે. રાજકોટ ના અનેક વિસ્તારો માં કોરોના પ્રસર્યો છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 131 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે. આ સિવાય રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.00 ટકા પર સ્થિર થયો છે. ગુજરાતમાં અત્યારે 1374 એક્ટિવ કેસ રહેલા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું નથી.