રાજ્યમાં સતત કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે વધવા લાગ્યો છે. કેમકે સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સતત 200 ની પાર કેસ આવી રહ્યા છે જે 100 ની અંદર આવતા હતા.

એવામાં સૌરાષ્ટ્રમાં કોરોનાથી ફફડાટ ઉભો થયો છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 42 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 20 નવા કેસ સામે આવ્યા છે. જામનગરમાં 9 ભાવનગરમાં 11 કેસ સામે આવ્યા છે. કોરોના ટેસ્ટિંગ વધારાતું નથી. આજ થી બાળકો નો પ્રવેશોત્સવ અને કોરોનાની દહેશત છે. લોકોમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટસન્સ ભુલાયા અને કોરોનાની રી-એન્ટ્રી ચિંતાજનક છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 ક્લાકમાં કોરોનાની સારવાર દરમિયાન 163 દર્દી સાજા થયા છે. તેની સાથે કોરોનાનો રિક્વરી રેટ 98.98 ટકા પહોંચ્યો છે. તેમ છતાં એક સારી વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ સિવાય રાજ્યમાં એક્ટીવ કેસ 1524 થયા છે.