રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં તેજી, વાંચો શું રહ્યો કપાસનો ભાવ…?

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં તેજી જોવા મળી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 2030 રૂપિયા પહોંચ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચો ભાવ રાજકોટમાં રહેલો છે. જેના લીધે ખેડૂતોને ફાયદો થયો છે.
જ્યારે જીનર્સ સ્પિનરર્સ અને એક્સપોર્ટની ધૂમ લેવામાં આવી છે. ભાવને લઈ ખરા અર્થમાં વ્હાઇટ ગોલ્ડ છે. જ્યારે માર્કેટ યાર્ડમાં 20 કિલોનો ભાવ રૂપિયા 2030 સુધી બોલાયો જે સમગ્ર સૌરાષ્ટ્રનો આજનો સૌથી ઉંચો ભાવ રહ્યો છે. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ, આજે હરાજી માં અંદાજે 19,000 મણ કપાસની આવક થઈ હતી.
કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે રૂ.2030 ના વધારા સાથે ભાવમાં રૂ.76 નો વધારો કરવામાં આવ્યો છે. કેમકે ચાલુ વર્ષે કપાસમાં ઓછું ઉત્પાદન હોય અને તેની સામે જિનર્સ, સ્પ્નિર્સ અને એક્સપોર્ટર્સની ડિમાન્ડ વધુ હોય તેના કારણે કપાસના ભાવ સતત વધી રહ્યા છે.