મહારાષ્ટ્ર મહાવિકાસ આઘાડી સરકાર સંકટના વાદળ છવાયા છે. સુરત એપિક સેન્ટર બન્યું છે. શિવસેના ના નારાજ મંત્રી એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો ને સુરત ની લા મેરેડિયન ફાઈવ સ્ટાર હોટલ માં રોકાયા છે. ગઈ રાત્રી થી શરૂ થયેલા ઘટના ક્રમ માં ભાજપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની ચાવી રૂપ ભૂમિકા છે.

ગઈ મોડી રાત્રીએ સી આર પાટીલ આજના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી સુરત આવી પહોંચ્યા હતા. આજે સવારે વિશ્વ યોગ દિવસ ના તમામ કાર્યકમો પણ સી આર પાટિલે રદ કર્યા છે. મહારાષ્ટ્ર થી આવેલા શિવસેના ના નારાજ મંત્રી એકનાથ શિંદે અને 10 ધારાસભ્યો ને સુરતમાં રોકવા ની તમામ વ્યવસ્થા કરવામાં પણ સી આર પાટીલ ની મહત્વની ભૂમિકા છે. એકનાથ શિંદેનો મોબાઈલ સ્વિચ ઓફ રહેલો છે. મોબાઈલ પર ફોન કરતા ફોન સ્વીચ ઓફ હોવાની વાગી ટોન રહીં છે.

સુત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, ગઈ રાત્રીએ મહારાષ્ટ્ર ના નારાજ ધારાસભ્યો ને નવસારી નજીક એક લક્ઝુરિયસ ફાર્મ હાઉસ માં રાખવાનું આયોજન થયું હતું. જો કે છેલ્લી ઘડીએ ફેરફાર કરી સુરતની ફાઈવ સ્ટાર હોટલ લા મેરેડિયનમાં રાખવામાં આવ્યા હતા.