સુરતથી આવકના દાખલાને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. સુરતમાં શિક્ષકો દ્વારા આવકના દાખલા થી મુક્તિ આપવા માટે માંગ ઉભી થઈ છે. કેમ કે સુરતમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કામગીરી શાળાઓને સોંપવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, શાળા કક્ષાએથી આવકના દાખલા કાઢવા ના કામમાંથી શિક્ષકોની મુક્તિની માંગ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આવકના દાખલા કાઢવાની કામગીરી શાળા કક્ષા ને સોંપાઈ છે. કલેકટર કચેરી દ્વારા કામગીરી સોંપવામાં આવી છે.

તેની સાથે આવકના દાખલા કાઢવા ના કામ માંથી મુક્તિ આપવા શૈક્ષણિક સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો દ્વારા એક જ માંગ છે કે આવકના દાખલા કાઢવાની કામગીરીથી શિક્ષકોને દૂર કરવામાં આવે.