વડોદરાના ગોત્રીમાં આવેલી શૈશવ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ સામે આવી હતી. કુમળી વયના બાળકો ને ખરાબ વ્યવહાર થતાં વિદ્યાર્થી ઓ બીમાર પડ્યા છે. વાલીઓએ પીએમઓ, સીએમઓ અને હ્યુમન રાઇટ્સ માં ઓનલાઇન ફરિયાદ કરી છે. વાલી ઓને આજે સી ટીમના એસીપીએ મળવા બોલાવ્યા છે. વાલીઓ આજે કલેકટર અને ડીઈઓને સ્વયંસંચાલકો વિરૂદ્ધ રજૂઆત કરશે. આ મામલે DEO એ શૈશવ સ્કૂલમાં તપાસનો આદેશ આપ્યો છે.

એજ્યુકેશન ઇન્સ્પેકટર સહિત 3 સભ્યોની કમિટીની તપાસ માટે રચના કરી છે. ગોત્રી પોલીસે વાઇસ પ્રિન્સિપાલ, બે શિક્ષકોની પૂછપરછ કરી નિવેદન લીધાં છે. સ્કૂલના ડાયરેકટર અને કો ઓર્ડીનેટર ને પણ પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા છે. વિવાદ બાદ સ્કૂલે 19 વિદ્યાર્થિનીઓની ફી રિફંડ અને ત્રણ વિદ્યાર્થીઓને L.C આપી છે. સ્કૂલની કાર્યવાહી બાદ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ બાળકો અટવાયા છે. વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સ્કૂલના જવાબદારો સામે ફરિયાદ નોધાવી છે.

બાળકોને શિક્ષકો દ્વારા નખોરિયાં ભરાય છે અને બીમાર પડે કે ઊલટી કરે તો વાલીઓને જાણ કરાતી ન હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા હતા. શાળાના શિક્ષકો ભૂલકાઓને માર મારે છે. એટલું નહીં તેમને ગાલ અને શરીરના અન્ય ભારે નખોરિયાં ભરવામાં આવે છે. આ વિશે વાલીઓએ મીડિયાને તેના ફોટાગ્રાફ પણ આપ્યા હતા.

શૈશવ સ્કૂલના એડમિન વિભાગે વાલીઓના આક્ષેપને ખોટા ઠેરવતાં જણાવ્યું હતું કે, વાલીઓ અમારી પાસે કોઇ રજૂઆત કરવા આવ્યા જ નથી. પોલીસને બોલાવી ત્યારે પોલીસે પણ વાલીઓને સમજાવ્યા હતા, પણ તેઓ સમજવા જ તૈયાર નથી.