ગાંધીનગરમાં યુનાઈટેડ નર્સિગ ફોરમની 5 માગ પૈકી 2 માગ સ્વીકારવામાં આવી છે. નર્સિંગ એલાઉન્સ 1300 રૂપિયાને બદલે 3000 રૂપિયા અપાશે. જે બઢતી અને ભરતીની માગણી સ્વીકારવામાં આવી છે. ત્યારે કુલ 2019 નવી નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. યુનિયને 4200 ગ્રેડ પેની માગણી કરી હતી. જો કે સરકારે ગ્રેડ પેની માગણી સ્વીકારી નથી.

નોંધનીય છે કે, નર્સિંગ સ્ટાફે સરકાર સમક્ષ સોશિયલ મીડિયા પર 4200 ગ્રેડ પેની માંગ તો બુલંદ કરી હતી અને સાથે સાથે પોતાની ઓળખ બદલવાની પણ માંગ કરી છે. રાજયમાં નર્સીસની ઓળખ નર્સિંગ સ્ટાફ તરીકેની છે જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્લી જેવા રાજ્યોમાં નર્સીસની ઓળખ નર્સિંગ ઓફિસર તરીકેની છે. તે ઓળખ હવે ગુજરાતના નર્સિંગ સ્ટાફને પણ જોઈએ છે.

અન્ય રાજ્યોમાં નર્સને 4200થી 4400 ગ્રેડ પે આપે છે. અહીં નર્સને 2800 જ ગ્રેડ પે આપે છે. આ ઉપરાંત નર્સને મળતું વોશિંગ એલાઉન્સ, રિસ્ક એલાઉન્સ અને નર્સિંગ એલાઉન્સ બધું થઇને 5000ની માંગ હતી તેની જગ્યાએ 210 જ મળ્યું. જો 4200 ગ્રેડ પે કરવામાં આવે તો નર્સિંગ સ્ટાફને સારો બેનિફિટ મળી શકે તેમ છે. જેના પગલે નર્સીસ દ્વારા આંદોલનઘણા સમયથી કરી રહ્યા છે.