ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે કોરોના સુઓમોટો અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.. કોરોનામાં સરકારની કામગીરી પર અનેક સવાલો ઊઠાવવામાં આવ્યા હતા. સવાલો ઊઠાવતી એક સુઓમોટો અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, આ રોગ જેવો આપણે માની છીએ તેવો છે નહિ. માસ્ક બાબતે હજુ લોકોએ અને રાજ્ય સરકારે ગંભીર થવાની જરૂર છે. રાજ્ય સરકાર વેક્સિનેશન પર સૌથી વધારે ધ્યાન આપે.

રેમડેસિવિર ઈન્જેક્શન અંગે સરકારની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. રેમડેસિવિર ઇન્જેકશન મુદ્દે સરકારને કોર્ટનો સવાલ કરવામાં આવ્યો છે. રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેતા?. જેને લઈને હાઇકોર્ટએ જણાવ્યું છે. પરિવાર માટે ઇન્જેક્શન લઇ જનાર સામે પગલાં લેવાય તો નેતાઓ સામે કેમ નહીં. રાજકીય પાર્ટીના સિનિયર નેતાઓ વિશે સરકાર શું ખુલાસા કરશે? જેને લઈને ગુજરાત હાઇકોર્ટ સરકારને આકરી ટકોર કરી છે.

ઇન્જેક્શન વહેંચનારા માટે પણ નિયમ સમાન છે.હાઈકોર્ટેએ ચાર લોકો સામે થયેલ પાસાનો હુકમ રદ્દ કરવા આદેશ કર્યો છે. ચાર લોકોએ પાસાનો હુકમ રદ્દ કરવા hc માં દાદ માંગી હતી. કોરોનાકાળમાં રેમડેસિવિર લઇ જતા 4 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ભરૂચના 4 લોકો પાસા હેઠળ મોકલી અપાયા હતા.

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 18 વર્ષ થી નીચે ના લોકો માટે સરકાર ચિંતા કરે. માસ્ક અને કોરોના બાબતે લોકો માં જાગૃતિ લાવવાની જરૂર છે. રાજ્યમાં કોરોના અંગે હાઈકોર્ટએ સરકારે નિર્દેશ આપતા જણાવ્યું કે, RTPCR ટેસ્ટ પર રાજ્ય સરકાર ધ્યાન આપે. દવાઓ હોસ્પિટલના બેડ ઇંજેક્શન પૂરતો સ્ટોક રાખવો એ સરકારની જવાબદારી છે. દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સીનની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

વધુમાં નિષ્ણાંતના મતે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે.આથી બાળકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીનેશનને અંગે લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશન પર ભાર આપે અને જાગૃતિ લાવે. ઓક્સિજનની અછત ના વર્તાય તે માટે પ્લાન્ટ તૈયાર રાખવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

આ ઉપરાંત મેડિકલ સ્ટાફ અંગે જણાવ્યું છે કે, ડોક્ટર નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે. ડોક્ટર,નર્સના સ્ટાફ સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે. PHC અને CHC માં જરૂરી તમામ સાધનો વસાવવી તેને અદ્યતન બનાવો. કોરોના જેવી મહામારીમાં ટેલી કન્સલ્ટિંગ એક મહત્વનો ભાગ ભજવી શકે છે.