આજે નીતિ આયોગના CEO અમિતાભ કાંત અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન તેઓએ અનેક મુદ્દે મુક્ત મને વાતચીત કરી હતી. ત્યારે દેશમાં કુપોષણ મુદે નીતિ આયોગના CEO અમિતાભ કાંતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સરકાર કુપોષણ પર ગંભીરતાથી કામ કરી રહી છે. આ સિવાય અનેક રાજ્યોમાં પોષણ ક્ષેત્રે કામગીરી થઈ રહી છે. છેલ્લા 2 વર્ષ માં પોષણ મુદ્દે સરકારે કામ કરી રહી છે.

આ ઉપરાંત અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરવા પર અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, શિક્ષકોની અછત અનેક રાજ્યોમાં છે. શાળાઓ બંધ કરવાનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, શાળાઓ વધારવાથી શિક્ષણ વધશે તેવું નથી.

આ સિવાય શિક્ષકોને અપાતી વધારાની કામગીરી બાબતે નીતિ અયોગના CEO અભિતાભ કાંતે જણાવ્યું હતું કે, શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ. શિક્ષકો માત્ર શિક્ષણનું કામ કરે તો સારું શિક્ષણ આપી શકે છે. શિક્ષકોને અપાતી વધારાની કામગીરીથી નારાજ અમિતાભ કાંત જોવા મળ્યા હતા.