અમદાવાદમાં કોરોના સંક્રમણનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના લીધે અમદાવાદ મનપાની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે રેકોર્ડ કેસ નોંધાયા છે. જેના લીધે અમદાવાદમાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. પરંતુ એક સારા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં ડોક્ટર રાકેશ જોશી દ્વારા મોટી જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ ત્રીજી લહેરમાં વેકસીન ન લેનાર પર ખતરો વધ્યો છે. સીવીલ હોસ્પિટલમાં વેકસીન ન લેનાર દર્દીઓની સંખ્યા વધુ થઈ ગઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 73 કોરોના દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે. જ્યારે 15 દર્દીઓ ICU માં સારવાર હેઠળ રહેલા છે.
તેની સાથે તેમને વધુમાં એ પણ જણાવ્યું છે કે, વેકસીન ન લીધી હોય તેવા લોકો ને ચેપ વધુ લાગી રહ્યો છે. 3 દિવસથી વધુ તાવ આવતો હોય તો રિપોર્ટ કરાવો જરૂર લાગે તો હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. જે પ્રકારે કેસ વધી રહ્યા છે, આગામી એક વિકમાં ખબર પડશે કે પિક આવશે કે નહીં.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં 8391 અને જિલ્લામાં 138 મળીને 8529 કેસ સામે આવ્યા છે. જે મુંબઈ કરતા પણ 2000 કેસ વધુ રહેલા છે. ગઈકાલના પણ કોરોનાની ત્રણેય લહેરમાં પ્રથમ વખત એક જ દિવસમાં 6000 થી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા હતા. તેની સાથે 3911 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર 6 દર્દીઓના કોરોનાના મોત નીપજ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૯૬૬ કેસ સામે આવ્યા છે. જ્યારે આજે કોરોનાના નવા રેકોર્ડ કેસ નોંધાયા છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ સિવાય આજે સારા સમાચાર પણ એ છે કે, આજે 9828 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે.