જામનગરમાં વધુ એક ડ્રગ્સ રેકેટ પકડાયું છે. મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો પકડાયા છે. રૂપિયા 5.20 લાખની કિંમતનું 52 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. મુંબઇથી ખરીદવામાં ડ્રગ્સ આવતો હતો. મુંબઈના આશીફને ફરાર દર્શવાયો છે. એસઓજી પોલીસની તપાસમાં મોટો કારોબાર ઝડપાયો છે. જેના લીધે એસઓજી પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ ત્રણેય વ્યક્તિ પર ગુનો દાખલ કરતા તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. જામનગરમાં ગાંજો જેવામાં માદક પદાર્થના અગાઉ વેચાણ પકડ્યા બાદ હવે કેફી પદાર્થનો જથ્થો પકડતા ચકચાર મચી ગયો છે.