વરસાદના લીધે રાજકોટ આજી 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. આજી 2 ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 2034 ક્યુસેક પાણીના પ્રવાહની આવક થવા પામી છે. હાલમાં ડેમમાંથી 2034 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.

ડેમની હેઠવાસમાં પડધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, નારણકા, જુના નારણકા, હરીપર,ખંઢેરી, નાગરકા અને ઉકરડા તથા ટંકારા તાલુકાના સખપર અને કોઠારીયા ગામોના રહેવાસીઓને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

આજે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, ગીર સોમનાથ માં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે.