ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેના લીધે સરકાર દ્વારા આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંને પણ વધારવામાં આવ્યું છે.

 

જ્યારે આ દરમિયાન સુરત પોલીસ દ્વારા રાત્રી કરફ્યુ નો અમલ કરાવવા કડકાઈ વધારાય છે. કર્ફ્યુનો ભંગ કરનાર વિરોધ અટકાયતી પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે. રાત્રિ કરફ્યુ વચ્ચે મધરાત્રે ડુમસ ફરવા ગયેલા નબીરા ઝડપાયા છે.

મધરાત્રે સાડા બાર વાગ્યે ડુમસ ચોપાટી ઉપર લક્ઝુરીયસ કાર લઇને ફરવા નીકળેલાં ત્રણ નબીરાઓ ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બે દિવસ દરમ્યાન પોલીસે જાહેરનામા ના ભંગ બદલ કુલ ૩૩ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

 

તેની સાથે રાજ્ય સરકાર દ્વારા કોરોના અને ઓમિક્રોનનો કહેર જોતા ૮ મહાનગરોના રાત્રી કર્ફ્યુંને વધારી દીધો છે. જેના લીધે રાત્રી કર્ફ્યું ૧૧ વાગ્યાથી સવાર ૫ ના વાગ્યા સુધીનું કરી દેવામાં આવ્યું છે.