તેલના ભાવને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ગૃહણીઓની ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. કેમકે છેલ્લા થોડા મહિનાઓથી સતત મોંઘમારીનો માર પડી રહ્યો છે. જ્યારે આજે પણ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ખાદ્યતેલમા ફરી ભાવ વધારો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલમા રૂપિયા 25 ભાવ વધારો થયો છે. સીંગતેલનો ભાવ ડબ્બાના રૂપિયા 2550/2600 સુધી પહોંચ્યો છે. કપાસિયા તેલ ના ડબ્બા નો ભાવ 2500/2550 ભાવ થયો છે. સ્ટોકલિમિટ સહીત ના નિયમ છતા ભાવવધારામા તેલ લોબી સફળ છે.

નોંધનીય છે કે, હાલના સમયમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે લોકોને ખાદ્યતેલોના ભાવ રોવડાવી રહ્યા છે. એવામાં હવે સિંગતેલના ભાવ બરાબર કપાસિયા તેલના ભાવ પહોંચી ગયા છે. તેના લીધે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કેમ કે કપાસિયા તેલનો ભાવ સિંગતેલના ડબ્બા કરતા ઓછો હોય છે પરંતુ હવે તેમાં પણ સતત ભાવ વધારો થતા તેનો ભાવ પણ સિંગતેલના ભાવ બરાબર પહોંચી ગયો છે.