ખાદ્યતેલોમાં સીંગતેલ અને કપાસિયાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જે ગૃહણીની ચિંતા સતત વધારો કરી રહ્યા છે. કેમકે એક તરફ પેટ્રોલ-ડીઝલના પ્રાઈસ લોકોને રોવડાવી રહ્યા છે ત્યાં બીજી તરફ ખાદ્યતેલોના ભાવ વધી રહ્યા છે. ખાદ્યતેલોમાં છેલ્લા અઠવાડિયામાં સીંગતેલમાં ડબ્બાના ભાવમા રૂપિયા 55 વધ્યા છે.

જ્યારે સીંગતેલની જેમ કપાસિયા ના તેલમા ડબ્બા ના ભાવમા વધારો થઈ રહ્યો છે. કપાસિયા તેલમા ડબ્બા ના ભાવ સપ્તાહમા રૂપિયા 55 વધ્યા છે. મગફળીની સીઝન પૂર્ણ થતાં હવે આવક ઘટી રહી છે ત્યારે ડબ્બો મોંધો થયો છે. ર્કેટ મા કાચો માલ ન મળતા કુત્રિમ તેજી ઉભી થઈ જેથી ખાદ્યતેલો ફરી મોંધા થયા છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું પીલાણ દૈનિક ત્રણ લાખ બોરીથી ઘટીને 50 હજાર નું થયું છે. સરકારે ટેકા ના ભાવે ખરીદેલી મગફળી નો સ્ટોક રિલીઝ કરે તેવી સોમાની માંગ છે. ખેડતો ઓઇલ મિલરો વેપારી પાસે માલ પીલાણ ઘટ્યું નથી.

નોંધનીય છે કે, હાલના સમયમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે લોકોને ખાદ્યતેલોના ભાવ રોવડાવી રહ્યા છે. એવામાં હવે સિંગતેલના ભાવ બરાબર કપાસિયા તેલના ભાવ પહોંચી ગયા છે. તેના લીધે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કેમ કે, કપાસિયા તેલનો ભાવ સિંગતેલના ડબ્બા કરતા ઓછો હોય છે પરંતુ હવે તેમાં પણ સતત ભાવ વધારો થતા તેનો ભાવ પણ સિંગતેલના ભાવ બરાબર પહોંચી ગયો છે.