ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . જે બાળકોએ ૧ જૂન -૨૦૨૧ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવે છે.

RTE માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ રહ્યો છે. ત્યારે આ RTE મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં. જો જરૂર પડશે તો ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવશે.

સ્કૂલ ફીમાં રાહત મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ફીમાં રાહત મામલે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈશું.

કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબ્લેટ મળ્યા નથી. ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ના મળવા મામલે શિક્ષણમંત્રીનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. બે વર્ષ બાદ પણ ટેબ્લેટ આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે.