સુરત શહેરને કલીનેસ્ટ એર સીટી બનાવવા પાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી મોનીટરીંગ માટે મશીનો મુકશે. 13 લાખ રૂપિયાના ખર્ચે પાંચ મશીનો વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવશે. વાયુ પ્રદુષણ અટકાવવા પાલિકાનો પ્રયાસ પરંતુ વર્ષો પહેલા મુકેલ બે મશીનો બંધ પડ્યા છે. વાયુ પ્રદુષણ માપવા માટે શહેરમાં વર્ષો પહેલા બે મશીનો મુકવામાં આવ્યા હતા. લીંબાયત અને વરાછા વિસ્તારમાં એર ક્વોલિટી મોનીટરીંગ મશીન મુકવામાં આવ્યા હતા. જે છેલ્લા એક વર્ષથી બંને મશીનો બંધ હાલતમાં પડ્યા છે.

જે કોન્ટ્રાકટર દ્વારા મશીન રીપેર કરવાના કામમાં પણ આળસ જોવા મળી રહી છે. પાલિકાની કરોડો રૂપિયાનો ફટકો અને વાયુ પ્રદુષણ મોનીટરીંગ પણ બંધ પડી છે. ત્યારે હવે જનતાના રૂપિયાનો ઘૂમાડો કરવાનો ફરીથી કારસો રચવામાં આવી રહ્યો છે. જે ગુજરાતનું ગ્રોથ એન્જિન ગણાતું સુરત શહેર વિકાસની સાથે પર્યાવરણ અને સ્વચ્છતામાં પણ અવ્વલ બનશે.

જો કે પરિસ્થિતિ એવી છે કે ગૂંગળામણ અનુભવતા લોકોએ આ ઝેરી હવા સાથે શ્વાસ લેવાની ટેવ પાડવી પડી રહી છે કારણ કે પ્રદૂષણ ઘટાડવાના કોઈ વિકલ્પો સચોટ પરિણામો આપી શક્યા નથી.