PGVCL ના 10 હજાર વિજકર્મી ફરી આંદોલનના માર્ગે ઉતરવાના છે. PGVCL ના વિજકર્મી દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે ઉતરવાના છે. વીજસંકટની ભીતિ સામે કર્મીઓનું આંદોલનના માર્ગે ઊતર્યા છે.

PGVCL ના 10 હજાર વીજકર્મીઓ 20ઓક્ટોબર એ માસ સી એલ મૂકશે. 4 મહિનાથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન થતા યુનિયન આક્રમક મૂડમાં આવી ગયું છે. જુનિયર ઇજેનરને બઢતી, સિનિયર ટેક્નિસિયન બદલી કરી નવી ભરતી, સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવશે.

નોંધનીય છે કે, PGVCL વિજકર્મી તૌક્તે વાવાઝોડું કામગીરી હોય કે વરસાદી માહોલ ક્યા પછી કોરોના કાળમાં વિજકર્મીઓનું કામગીરી ઉમદા રહે છે તેમ છતાં ચાર મહિનાથી તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા અંતે વિજકર્મીઓ આંદોલન પર ઉતર્યા છે. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતી એ MDને અલ્ટીમેટમ નોટિસ આપી છે. લાંબા સમયના પ્રશ્નોનો નિકાલ ન થતાં આખરે તહેવારોમાં જ આંદોલનના મંડાણ થયા છે.