રાજ્યમાં હવે ફરીથી સ્કૂલોની શરૂઆત થઈ ગઈ છે. તેની સાથે વડોદરા શહેરની 300 જેટલી શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. શાળાઓ વિદ્યાર્થીઓ ના કલરવથી ગુંજી ઊઠી છે. કોરોના માં બે વર્ષ બાદ શાળા માં બાળકો શિક્ષણ માટે આવ્યા છે.

તેની સાથે પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ બહોળી હાજરી જોવા મળી છે. બે વર્ષ ચિંતા વાળા ગયા છે. હવે શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. તેની સાથે સુરતમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. કોરોનામાં ત્રણ વર્ષ બાદ શાળા પ્રથમ શત્રથી ઓફલાઇન શરૂ થયું છે. શાળા ઓફલાઇન શરૂ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તેની સાથે શાળા કોરોના બાદ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમકે કોરોનાના લીધે સતત શાળાઓને ઓનલાઈન અને ઓફલાઈન શરૂ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે આ વખતે સ્કૂલોને શરૂઆતથી ઓફલાઈન શરૂ થઈ ગઈ છે.