સુરતમાં કબૂતરવાળા પરિવાર ના નબીરા કૃણાલની કાળી કરતૂતો બહાર આવી છે. એક્સ ગર્લફ્રેન્ડ મીડિયા સામે આવી છે. કૃણાલ ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો, માર પણ મારતો હતો. ફિઝિકલ રિલેશનશિપ માટે ખૂબ દબાણ પણ કરતો હતો. જો ના પાડે તો ખૂબ જ ત્રાસ આપતો હતો.

તેની સાથે એકાદ વખત શૂટ કરી દેવાની પણ ધમકી આપી હતી. પોતાના ફેમિલી નું મોટું નામ અને પૈસા હોવાથી કોઈ મારુ બગાડી નહિ શકે તેવું પણ કહેતો હતો. કૃણાલ બહુ જ હેરાન કરતો હતો એટલે એના પિતાજી સાથે વાત કરવા નાતે ગયા હતા.

આ કાર્નોસ્રે તેને મારી અને મારા બોયફ્રેન્ડ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું, મને અને મારા બોય ફ્રેન્ડ ને માર માર્યો હતો. વોચમેન પાસેથી દંડો લઈને મને અને મારા બોયફ્રેન્ડને કૃણાલે ખૂબ માર માર્યો હતો. હું ગુજરાતમાં છું, ગુજરાતમાં મહિલા કે પુરુષ સલામત નથી એવું લાગી રહ્યું છે. ફિઝિકલ રિલેશન માટે કોઈ કોઈ ને દબાણ કરી શકે નહિ. પોલીસ કોઈ જ અસરકારક પગલાં નથી ભરી રહી, મને ન્યાય ની અપેક્ષા છે.