રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવામાનને લઈને વધુ સમાચાર સામે આવ્યા છે. દિલ્હી જેવું જ વાતાવરણ આજે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ગાઢ ધુમ્મ્સની ચાદર પથરાઈ ગઈ છે. જો કે આ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મ્સ છવાઈ ગઈ છે. જે શહેરમાં ગાઢ ધુમ્મ્સને કારણે વિઝિબ્લિટી ઘટી ગઈ છે. જેના કારણે લોકોએ વાહનની હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. પૂર્વ અમદાવાદમાં સવારે ધુમ્મસિયું વાતાવરણ રહેતા મુખ્ય હાઇવે પર વાહનોની ગતિ અવરોધાઇ રહી છે.

આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે અમદાવાદ શહેરમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તો કેટલાક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી છવાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

વહેલી સવારે વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં વધારે ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોડાસા, મહિસાગર, દાહોદ, પાટણ સહિતના વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે.