રાજકોટમાં સ્પાની આડમાં ચલાવતા કુટણખાના પકડાયા છે. રાજકોટમાં બે સ્પા. સેન્ટરો પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન સ્પા.ની આડમાં કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના ઘ રોયલ મિન્ટ સ્પા અને રોયલ ફેમેલી સ્પા.માં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે દરોડા પાડી પોલીસે બે સ્પા.ના 5 સંચાલકોની ધરપકડ કરી લીધી છે. જે શહેરના મલાવીયા પોલીસ અને યુનિ.પોલીસે સ્પા.માં દરોડા પાડ્યા હતા. સ્પા ના સંચાલક તેમજ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં સ્પાની આડમાં અનેક ગોરખ ધધાઓ ચાલી રહ્યા છે. અહીં અનેક વાર આવા ગોરખ ધંધાઓ ઝડપાઈ ચુક્યા છે. પોલીસ ટીમને બાતમી મળી હતી કે શહેરના રોડ પર આવેલા સ્પાની આડમાં કુટણખાનું ચાલે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદમાં ક્રાઇમ બ્રાંચની ટીમે સ્પાના સંચાલકની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડની યુવતીઓ વિઝિટ વિઝા પર રાજકોટમાં આવી સ્પામાં નોકરી કરે છે. સ્પામાં નોકરી કરનારી મોટેભાગની થાઈલેન્ડ યુવતીઓ આ વિસ્તારમાં રહે છે. જો શહેર પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં અહીં રહેતી વિદેશી યુવતીઓ કેવા પ્રકારના ધંધામાં સંડોવાયેલી છે તે સામે આવી શકે છે. હાલ તો પોલીસે આ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.